|
View Original |
|
કરો પ્યાર એટલો ને એવો, રહે ના કોઈ દૂરીની નિશાનીઓ
શ્વાસેશ્વાસ એક બનાવો, બને ધડકનેધડકન બીજા દિલની
સુખ-સંપત્તિ એકબીજા એકબીજાની બની રહે, ના ભેદ એમાં રહે
હોય ભલે દૃષ્ટિઓ જુદી, રહે જોતા બંને તો એક જ દૃશ્યો
ઊઠે વિચારો એક મનમાં, ઊઠે બીજા મનમાં પણ એ જ વિચારો
એકબીજાની નજરમાં એકબીજા તો દેખાતા ને દેખાતા રહે
એક દિલમાં જાગતું દર્દ બીજા દિલને તો ઊઠે ને સ્પર્શે
એક નજર મળે બીજી નજરને, થાય પ્રેમભીની બંને આંખડીઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)