|
View Original |
|
રાજી થનારો છે એક, જીવનમાં જો એ પરમ રાજી થાય
જીવનમાં તો બીજું જોઈએ શું (2)
મોંઘેરાં દર્શનનો છે એ એક દેનાર, દર્શન દેવા એ તલપાપડ થાય - જીવનમાં...
એની સ્નેહાળ આંખ જો કરુણાથી ભીંજાઈ જાય - જીવનમાં...
હૈયાની તો એક પુકારે તો જો એ દોડીદોડી આવી જાય - જીવનમાં...
ઇચ્છાઓ ને ઇચ્છાઓ તો જ્યાં એની ઇચ્છામાં સમાઈ જાય - જીવનમાં...
દિલમાં દિલને જો દિલનો પ્યાર નવરાવી જાય - જીવનમાં...
વિકૃતિ પ્રકૃતિ જીવનની જ્યાં એની આકૃતિમાં સમાઈ જાય - જીવનમાં...
જીવનનાં હરેક કાર્યમાંથી જો એ છૂટો ના પડી જાય - જીવનમાં...
માગે ના દિલ ભલે મુક્તિ, પ્યાર પ્રભુનો જો મળતો જાય - જીવનમાં...
ના મળતો આરામ દિલને, પ્રભુના નામમાં જો મળતો જાય - જીવનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)