|
View Original |
|
આવી વસો દિલમાં પ્રભુ અમારા
અમારી દિલની દિલે નવાઝી તો જુઓ
નથી મહેમાન કાંઈ તમે તો અમારા
અમારા દિલની મહેમાનગીરી તો જુઓ
પીવરાવો છો અમને તો તમારા પ્રેમના પ્યાલા
અમારા દિલના પ્રેમના પ્યાલા તો જુઓ
નાખુશીના મોકા ના દેશું અમે તમને
એક વાર દિલમાં આવી વસીને તો જુઓ
ડૂબાડશું અમે તમને અમારા પ્યારમાં
એક વાર ભુલાવીશું ભાન તમને અમારા પ્યારમાં
બન્યા છીએ જીવનમાં અમે તમારા ને તમારા
એક વાર તમે અમારા બનીને તો જુઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)