|
View Original |
|
જાણકારીની ને જાણકારીની વાતો સહુ કરતા રહ્યા
અનુભૂતિના અનુભવ ના તો કોઈ કરાવી શક્યા
અંધારે અટવાતા આ બાળને, ના પ્રકાશ કોઈ આપી શક્યા
પ્રતિબિંબોની વાતો કરતા રહ્યા, મુખ સુધી ના પહોંચાડી શક્યા
વાતો એવી કરી, શંકાના સૂરો ઊભા કરતા રહ્યા
અસ્થિર નાવડી ઊલટો પવન નાખી, વધુ અસ્થિર કરી ગયા
ઘા રુઝવવાને બદલે ઘા ઉપર નમક સહુ છાંટતા રહ્યા
પ્યાસાની પ્યાસ ના બુઝાવી શક્યા, પ્યાસ વધારતા ગયા
રાહ જોવી રહી, તણખો જાણકારીનો અગ્નિ ને દીપક પ્રગટાવી દીધા
ભાગ્ય બળશે ક્યાં બાળશે, સમજીને એ સમજી ના શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)