Hymn No. 9148 | Date: 03-Apr-2002
જાણીએ છે જગ છે આભાસ, હૈયેથી તોય એ છૂટતું નથી
jāṇīē chē jaga chē ābhāsa, haiyēthī tōya ē chūṭatuṁ nathī
2002-04-03
2002-04-03
2002-04-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18635
જાણીએ છે જગ છે આભાસ, હૈયેથી તોય એ છૂટતું નથી
જાણીએ છે જગ છે આભાસ, હૈયેથી તોય એ છૂટતું નથી
બાંધ્યું મનને એવું પ્રભુમાં, પણ મન હવે ચોંટતું નથી
સુખદુઃખની આસપાસ ફરી રહ્યું છે જીવન, સમજવા છતાં સમજાતું નથી
આભાસને જીવનભર ઘૂંટતા રહ્યા, છુપાયેલું સત્ય જડતું નથી
કરીએ છીએ કોશિશો એવી અમે કે જેની કંટાળા વિના મંઝિલ નથી
ચાહીએ ઘણુંઘણું જીવનમાં અમે ક્ષણમાં, અધૂરપ હજી છૂટી નથી
મનના નચાવ્યા નાચી રહ્યા છીએ, તારી ઇશારતને પારખી શકતા નથી
ગુનાહ પર ગુનાહ કરતા રહ્યા છીએ, દોષી તોય ખુદને અમે ગણતા નથી
સ્થિરતા લાગે છે ખૂબ વ્હાલી, તોય સંગ અસ્થિરતાના છૂટતા નથી
હકીકતો ને હકીકતો જાણવા મથ્યા જીવનભર તોય હકીકતને જાણી શક્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇīē chē jaga chē ābhāsa, haiyēthī tōya ē chūṭatuṁ nathī
bāṁdhyuṁ mananē ēvuṁ prabhumāṁ, paṇa mana havē cōṁṭatuṁ nathī
sukhaduḥkhanī āsapāsa pharī rahyuṁ chē jīvana, samajavā chatāṁ samajātuṁ nathī
ābhāsanē jīvanabhara ghūṁṭatā rahyā, chupāyēluṁ satya jaḍatuṁ nathī
karīē chīē kōśiśō ēvī amē kē jēnī kaṁṭālā vinā maṁjhila nathī
cāhīē ghaṇuṁghaṇuṁ jīvanamāṁ amē kṣaṇamāṁ, adhūrapa hajī chūṭī nathī
mananā nacāvyā nācī rahyā chīē, tārī iśāratanē pārakhī śakatā nathī
gunāha para gunāha karatā rahyā chīē, dōṣī tōya khudanē amē gaṇatā nathī
sthiratā lāgē chē khūba vhālī, tōya saṁga asthiratānā chūṭatā nathī
hakīkatō nē hakīkatō jāṇavā mathyā jīvanabhara tōya hakīkatanē jāṇī śakyā nathī
|
|