|
View Original |
|
આદત ગઈ છે પડી દૃષ્ટિને બહારને બહાર જોવાની
અંતરમાં ઊંડે ઊતરવા એ તૈયાર થાતી ને થાતી નથી
કરે કોશિશો યાદ રાખવા બધું યાદ પ્રભુને કરી શકતી નથી
અન્યના ગુણદોષ જોવાનો મોકો એક પણ એ ચૂકતી નથી
ખોટા દેખાવો ને આડંબરો વિનાની વાત કોઈ પચતી નથી
ઈર્ષ્યાના અગ્નિમાં ઝંપલાવ્યા વિના હજી એ રહી શકતી નથી
માયાની રમત લાગે બહુ પ્યારી, બીજું સમજવા કાંઈ તૈયાર નથી
જોયું ઘણુંઘણું તોય સમાવું છે જેને અંતરમાં સમાવી શકતી નથી
આકાર ને વિકારોની રમતમાં છેતરાયા વિના એ રહી નથી
સમજ જાગી થોડી તોય આદત પોતાની બદલવા એ તૈયાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)