|
View Original |
|
કુદરત, તેં ઘા કસમયે માર્યો છે
કરવી હતી સર ઘણી મંઝિલો જીવનમાં
અણીને વખતે તેં ઘા માર્યો છે, દિલમાં ખટકે છે
તારા આધારે રહેનારને ના તું દગો દે છે
કરેલા કયા ગુનાની દઈ શિક્ષા ના કહે છે
સમતલ ભૂમિને પણ તું પલટાવે
ભાગ્યને ક્યારે બદલે, ના એ કહે છે
સુખદુઃખદર્દ તો છે ત્રિશૂળ જગમાં તારું
મારી ઘા માનવને, અંકુશમાં રાખે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)