|
View Original |
|
છું કુદરતનું સંતાન, કુદરતના ખોળે બેસી કુદરત સંગે રમું છું
છું ભલે કુદરતનું સંતાન, તોય કુદરત સંગે રોજ લડું છું
કુદરતની તાકાતથી વાકેફ છું, કદી નમું છું કદી લડું છું
નાકામિયાબીના ઇતિહાસમાં પણ, કામિયાબીનાં ફૂલ ખીલવું છું
છે કોશિશો જીવનમાં હસતા રહેવાની, કુદરત સામે જંગ ખેલું છું
અવળી બાજીને સવળી કરવા, કુદરતનો સાથ માગું છું
અંધકારભરી રાહમાં કુદરતના પ્રકાશ સંગ રમવા ચાહું છું
સ્વીકાર અસ્વીકારની જંગમાં, કુદરત સામે સમર્પણ સુધી પહોંચવા ચાહું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)