|
View Original |
|
તરણા હેઠળ ડુંગરો ને ડુંગરો ના દેખાય
કાખમાં છોકરું ને એ તો ગામમાં ગોતવા જાય
છે જગમાં હાલત આપણા સહુની સમજો મારા ભાઈ
વાતેવાતે વડચકાં ભરે, ગુમાવોના મોકા રોફ જમાવવા
ભાઈ એ તો ભારે થઈ, મૂઆ પછી એ તો ભૂત થાય
હથેળી તો ઘણી મોટી, તોય કણ ના એમાં સમાય
ચારે તરફ ફેરવે નજર, પણ કણ ના એ દેખાય
ઓળ-ઘોળ કરી પ્રીત કરે, હોય ભર્યું વિષ હૈયે ભારોભાર
આવા નરથી ચેતજો, કરજો દૂરથી એને નમસ્કાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)