|
View Original |
|
હોય હૈયામાં હિંમત તળિયાઝાટક, હોય હૈયેથી ડરપોક
એ નરને કેવો કહેવો, મૂકે જે વાતે વાતે તો પોક
કામમાં કોઈ ભલીવાર નહીં, હોય ચિત્ત તો ડામાડોળ
એ નરને કેવો કહેવો, ક્રોધમાં ફરે થઈને સદા રાતોચોળ
કોઈ વાતમાં ઢંગધડા નહીં, કાઢવું ક્યાંથી એનું માપ
એ નરને કેવો કહેવો, રાતદિવસ મારતો રહે ધાપ
સહનશીલતાના નામે મીંડું ને દર્દે દર્દે પાડે એ ચીસ
એ નરને કેવો કહેવો, પકડી ને પકડી રાખે જે રીસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)