|
View Original |
|
વેરનાં બીજ વાવી રાખવી પ્રેમના ફળની આશ
ના એ કાંઈ બુદ્ધિશાળીનું કામ છે
બેસી આળસની હોડીમાં, મારવાં હલેસાં કલ્પનાનાં
ત્યજી સરળતા હૈયેથી, ભરવો કપટનો ભાર હૈયામાં
લોભ-લાલચમાં રહેવું ડૂબ્યા, વગોવવી ભક્તિને જીવનમાં
મન થકી કરી યત્નો, કરવો અફસોસ અસફળતાનો
પાપની રાહે ચાલી, હાંકવી બડાશ એની જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)