|
View Original |
|
એક જ ધરતીનું ધાવણ ધાવે છે ઝાડપાન ને ઘાસ,
જાગી નથી એમાં કોઈ ઇચ્છા કરી દઉં કોઈને ખલાસ
એક જ ધરતીમાંથી પોષણ મેળવે છે માનવજાત,
છૂટયા નથી વિચાર એના કે ક્યારે કોને કરું ખલાસ
કુદરત શીખવી રહી છે સહુને સહઅસ્તિત્વની વાત,
જ્યાં માનવ એક એવો મળ્યો છે કે બીજાનું અસ્તિત્વ સદાય જોખમમાં રાખતો જાય
ઊંચે અવાજે કરતો રહ્યો છે સદાય એવી વાત,
નિઃષ્પ્રાણ એવાં શીખવશે અમને શું મોટી વાત
પાણી પાઈએ અમે ને અમે આંખ ઊંચી કરીને કરે શાને અમારી સામે વાત
આવા ને આવા વિચારોને રાખી માનવહૈયામાં મચાવ્યો છે ખૂબ ઉત્પાત
પ્રભુ પણ નિર્મોહી રીતે જોઈ રહ્યો છે,
આંસુ સારી ક્યારે આવે મારી પાસે માનવજાત
વહાવ્યાં ના હતાં ઝાડપાને કોઈ અશ્રુપાત ઝીલી ઝીલી,
વાદળનાં અશ્રુ વહાવી એણે હૈયા પરથી અશ્રુપાત
બિચારી સૂકી ધરતી શું કરે એમાં,
ઝીલીને આંસુઓ, ભીની થઈ ગઈ છે ધરતી એમાં આજ…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)