|
View Original |
|
કહી નથી શકતો, છે આ કેવું તો માનવહૈયું
સમાયું છે અને સમાવે છે, એમાં એ તો ઘણુંઘણું
સમાવે છે પ્રેમને એમાં, ભૂલતું નથી વેરને સમાવવું
સમાવે એ દુઃખની ધારાને, સમાવવા સુખને નથી ચૂકતું
નિરાશામાં જાય એ ડૂબી, રાખે આશાઓથી એને ભરેલું
માયામાં જાય ભલે ડૂબી, કરે કોશિશ ભક્તિમાં ધડકવું
હલનચલનમાં નથી ગભરાતું, આઘાત રહે સહન કરતું
પ્રેમને ચાહતું ને ચાહતું, ભૂલ્યું નથી વેરને સમાવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)