|
View Original |
|
મળ્યા એવા કેવા અણસાર અમારા જીવનમાંથી
નજર તમારી અમારા પરથી શાને ફેરવી લીધી
વરસાવતી હતી નજર અમારા ઉપર સ્નેહની ધારા
એ ધારા તમે અમારા પરથી શાને અટકાવી દીધી
નજર તમારી હતી જીવનમાં અમારા આધારની લાકડી
જોયું એવું શું જીવનમાં એ લાકડી ઝૂંટવી લીધી
હતી નજર તમારી તો જીવનની શાન અમારી
હટાવી નજર અમારી નજરની કુરબાની શાને લીધી
ન જણાવ્યું કારણ, શિક્ષા શાને આવી ફરમાવી
છે અદ્ભુત રીત તમારી, હૈયામાં તડપન દીધી જગાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)