|
View Original |
|
ગણવું હોય તો સદ્ગુણોની મૂડી કેટલી જમા કરી છે એ તું ગણી લે
ખર્ચી છે મૂડી સમયની તો તે રહી બાકી કેટલી એને તું ગણી લે
જીવન તો છે ભરપૂર વેદનાઓથી, ભરપૂર વેદનાઓને જીવનમાં ના તું ગણ
સમયનો ઉપયોગ કર્યો તે કેટલો કર્યો સાચો એ તું ગણ
શ્વાસેશ્વાસના આવાગમનને ગણી શકે તો તું ગણ
પ્રભુ ને તારું અંતર રહ્યું કેટલું ને ઘટયું કેટલું એ તું ગણ
જીવનમાં પામવાનું પામ્યો કેટલું એ તું જીવનમાં ગણ
અંતરમાં ભાવ જગાવી શકયો કેટલા કાજે એ તું ગણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)