|
View Original |
|
વાંકો વળી ગયેલો ચાલે છે આજ તો ટટ્ટાર
નાણાંની તાકાતનો પરચો દેખાઈ ગયો
મોઢું ફેરવનારા પણ ઝૂકીઝૂકી કરી રહ્યા સલામ …
મડદાલ પગનો પણ પડી રહ્યો છે પડઘો ધરતીમાં …
શબ્દે શબ્દે હડધૂત થતો, વાહ વાહનો રાફડો ઊભરાયો
પાનની પિચકારીનો છંટકાર પણ લાગે પ્યારોપ્યારો ...
કચડયો પગ નીચે જેને, આજ એની મૂર્તિ પર હાર વરસાવો
પ્રવેશ ના હતો કોઈની મહેફિલમાં, પામી રહ્યો સહુનાં આવકારો ...
અયોગ્યતાને પણ યોગ્યતાનો દરજ્જો અપાયો...
મૂર્ખતાને પણ શાણો સમજદાર કહીને તો વધાવ્યો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)