|
View Original |
|
પુરુષાર્થની પરમ મૂર્તિ માંગે છે, સ્નેહભરી હૂંફ પ્રેમની
માયાની બેડીઓ પુરુષાર્થને આગળ વધવા નથી દેતી
મળી જાય બળ પુરુષાર્થને પ્રેમનું, પથ્થર તોડયા વિના નથી રહેતા
પુરુષાર્થ છે ઘરેણું જીવનને શોભાવ્યા વિના રહેતું નથી
દુઃખદર્દને મળે પૂરી વાચા, શોર મચ્યા વિના રહેવાનો નથી
પુરુષાર્થ છે મિલ્કત સહુને દીધેલી, ખાલી એના વિના કોઈ નથી
કર્યો ના ઉપયોગ જીવનમાં એનો, દુઃખી થયા વિના રહ્યા નથી
પ્રખર પુરુષાર્થને જે હથિયાર બનાવે એના માટે કાંઈ અશક્ય નથી
પુરુષાર્થથી જીવન જીવવાવાળો માથે હાથ દઈ કદી રડવા બેસતો નથી
પ્રેમ ને પુરુષાર્થથી જીવન નવપલ્લવિત થયા વિના રહેતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)