|
View Original |
|
દિલ બની ચૂક્યું જે સહુનું, કરશે દાવા એના કોણ
સમજણમાં ઊભી થઈ જ્યાં ગૂંચવણ, દૂર કરે એને કોણ
સમજણ છતાં અધર્મી બન્યા બનાવશે ધર્મી કોણ
દુઃખી થવું નથી, દુઃખી બન્યા કારણ ગોતશે કોણ
કારણ ગોતવા છતાં ના મળે, મૂંઝવણ દૂર કરશે કોણ
રાહે ચાલતાચાલતા અટકી ગયા, રાહ બતાડશે કોણ
અંધકારમાં અમે ભટકી ગયા, પ્રકાશ પાથરશે કોણ
ઇચ્છાએઇચ્છાએ અમે ભમી રહ્યા, ભ્રમણા દૂર કરશે કોણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)