|
View Original |
|
એવા વિચારોને શું કરવા, કરી ના શકે જે ઘડતર જીવનનું
એ ધામને પ્રભુનાં ધામ ક્યાંથી ગણવાં, હરી લે શાંતિ જીવનની
એ નજરને પ્રભુની નજર કેમ ગણવી, હટયા ના ભેદભાવ નજરમાંથી
એ દિલને પ્રભુનું દિલ કેમ સમજવું, હટયાં નથી વેર જે દિલમાંથી
એને તો માયાની મૂર્તિ ગણું, હટાવે પ્રભુને તો દૃષ્ટિમાંથી
એને શાંતિનું ધામ ક્યાંથી ગણું, જગાવે હૈયામાં અશાંતિ
એવી નજરને શું કરવી, હટે ના જરાય જગમાં માયામાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)