|
View Original |
|
નમુંનમું હે વિશ્વમાતા, નમું હું તને કર જોડી
ચિત્ત વિનાની કરી ભક્તિ, જીવનમાં તો એ ભારે પડી
દુઃખદર્દમાં ભાગે ચિત્ત, ભક્તિ તો બાજુએ રહી
દુઃખદર્દમાં ચિત્ત પરોવી, વીતાવું એવી જિંદગી
ફેરવું દૃષ્ટિ જ્યાંજ્યાં, દેખાય ત્યાં રમતી ને હસતી
વસી છે જ્યાં તું સર્વમાં, કરું વંદન સર્વને કર જોડી
અહં ને અભિમાનમાં જીવનમાં, ગયું હૈયું જ્યાં ડૂબી
લે જે માતા હવે મને જીવનમાંથી એમાંથી ઉગારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)