Hymn No. 9253
જોઈએ છે જે એ સમજાતું નથી, સમજ્યા છે જેને દેખાતા નથી
jōīē chē jē ē samajātuṁ nathī, samajyā chē jēnē dēkhātā nathī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18740
જોઈએ છે જે એ સમજાતું નથી, સમજ્યા છે જેને દેખાતા નથી
જોઈએ છે જે એ સમજાતું નથી, સમજ્યા છે જેને દેખાતા નથી
જેને પામવું છે એને પહોંચાતું નથી, જરૂર નથી પાસે આવ્યા વિના રહેતું નથી
પામવી છે કૃપા જેની પમાતી નથી, મહેરબાની વિનાની રાહે આવ્યા વિના છૂટકો નથી
અંતરની ઇચ્છાઓ પૂરી થાતી નથી, ઇચ્છાઓ જાગ્યા વિના રહેતી નથી
દુઃખદર્દને તમાશા બનાવે, શાંતિ જીવનમાં તો એને મળતી નથી
પ્રેમ છે અણમોલ સંપત્તિ જીવનની, પામ્યા કે મેળવ્યા વિના રહેવાતું નથી
કર્મની કૂંડી માગશે ભોગ ઘણા, ધરાવ્યા વિના એમાં તો છૂટકો નથી
ચાહે છે સુખ સહુ જીવનમાં, યોગ્ય સાધના એની તો કરતા નથી
હોય સુખ જો ધનમાં, ધનવાન જેવા જગમાં બીજા કોઈ સુખી નથી
બાળક જેવો નિર્દોષ આનંદ, અન્યના મુખ પર જલ્દી દેખાતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōīē chē jē ē samajātuṁ nathī, samajyā chē jēnē dēkhātā nathī
jēnē pāmavuṁ chē ēnē pahōṁcātuṁ nathī, jarūra nathī pāsē āvyā vinā rahētuṁ nathī
pāmavī chē kr̥pā jēnī pamātī nathī, mahērabānī vinānī rāhē āvyā vinā chūṭakō nathī
aṁtaranī icchāō pūrī thātī nathī, icchāō jāgyā vinā rahētī nathī
duḥkhadardanē tamāśā banāvē, śāṁti jīvanamāṁ tō ēnē malatī nathī
prēma chē aṇamōla saṁpatti jīvananī, pāmyā kē mēlavyā vinā rahēvātuṁ nathī
karmanī kūṁḍī māgaśē bhōga ghaṇā, dharāvyā vinā ēmāṁ tō chūṭakō nathī
cāhē chē sukha sahu jīvanamāṁ, yōgya sādhanā ēnī tō karatā nathī
hōya sukha jō dhanamāṁ, dhanavāna jēvā jagamāṁ bījā kōī sukhī nathī
bālaka jēvō nirdōṣa ānaṁda, anyanā mukha para jaldī dēkhātō nathī
|
|