|
View Original |
|
માનમરતબા જળવાશે, ના ત્યાં તો એમાં
શરમે જ્યાં શરમ છોડી, બેશરમ જ્યાં એ બની ગઈ
હર વાતની થાતી રહેશે, એની અવગણના ને અવગણના
ત્યજી મૌન કરશે, અસભ્ય ને અસભ્ય ઇશારા ને ઇશારા
છૂપાવેલા હૈયાના કુભાવોને, કરશે વ્યક્ત તારી હૈયાની વરાળ
વાતેવાતે થાશે અપમાન, મળશે ધુત્કારા ને ધુત્કારા
મલિન હાસ્ય વેરશે મલિન સ્મિત, હશે જલતી અંતરમાં જ્વાલા
શાંતિ તને નહીં મળે, જ્યાં વહેતી હશે અશાંતિની ધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)