Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9309
ઊંચેનીચે, આજુબાજુ ને ચારે દિશાઓમાં, છે બસ જોવાનું ને જોવાનું
Ūṁcēnīcē, ājubāju nē cārē diśāōmāṁ, chē basa jōvānuṁ nē jōvānuṁ
Hymn No. 9309

ઊંચેનીચે, આજુબાજુ ને ચારે દિશાઓમાં, છે બસ જોવાનું ને જોવાનું

  No Audio

ūṁcēnīcē, ājubāju nē cārē diśāōmāṁ, chē basa jōvānuṁ nē jōvānuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18796 ઊંચેનીચે, આજુબાજુ ને ચારે દિશાઓમાં, છે બસ જોવાનું ને જોવાનું ઊંચેનીચે, આજુબાજુ ને ચારે દિશાઓમાં, છે બસ જોવાનું ને જોવાનું

જોવામાં ને જોવામાં જાય છે સહુ ભૂલી, ઊતરી અંતરમાં ઊંડે ખુદને તો જોવાનું

જોવામાં ને જોવામાં ગયા સહુ ભૂલી, ક્યાં છે તો ખુદે પહોંચવાનું

લાગી ગઈ જોવાની માયા એવી, ચાહે છે એ વધુ ને વધુ જોવાનું

જોયાં મુખડાં બન્યાં પરિચિત, પ્રભુનું મુખડું પરિચિત તો બનાવવાનું

અટવાયો જોવામાં ને જોવામાં એવો, ચૂક્યો જગમાં સાચું જોવાનું

જોવામાં એક જુઓ બીજું ભૂલો, એવું થાવાનું ને એ તો થાવાનું

જોવામાં મન તો ચંચળ બનવાનું, સ્થિરતા એની એ ગુમાવવાનું

જોવામાં શું ભેગું થવાનું, પડશે સમય ને સમય એમાં ખરચવાનું

મન રહેશે એમાં ને એમાં દોડતું, સર્જનશક્તિ એની એ ગુમાવવાનું
View Original Increase Font Decrease Font

ઊંચેનીચે, આજુબાજુ ને ચારે દિશાઓમાં, છે બસ જોવાનું ને જોવાનું

જોવામાં ને જોવામાં જાય છે સહુ ભૂલી, ઊતરી અંતરમાં ઊંડે ખુદને તો જોવાનું

જોવામાં ને જોવામાં ગયા સહુ ભૂલી, ક્યાં છે તો ખુદે પહોંચવાનું

લાગી ગઈ જોવાની માયા એવી, ચાહે છે એ વધુ ને વધુ જોવાનું

જોયાં મુખડાં બન્યાં પરિચિત, પ્રભુનું મુખડું પરિચિત તો બનાવવાનું

અટવાયો જોવામાં ને જોવામાં એવો, ચૂક્યો જગમાં સાચું જોવાનું

જોવામાં એક જુઓ બીજું ભૂલો, એવું થાવાનું ને એ તો થાવાનું

જોવામાં મન તો ચંચળ બનવાનું, સ્થિરતા એની એ ગુમાવવાનું

જોવામાં શું ભેગું થવાનું, પડશે સમય ને સમય એમાં ખરચવાનું

મન રહેશે એમાં ને એમાં દોડતું, સર્જનશક્તિ એની એ ગુમાવવાનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūṁcēnīcē, ājubāju nē cārē diśāōmāṁ, chē basa jōvānuṁ nē jōvānuṁ

jōvāmāṁ nē jōvāmāṁ jāya chē sahu bhūlī, ūtarī aṁtaramāṁ ūṁḍē khudanē tō jōvānuṁ

jōvāmāṁ nē jōvāmāṁ gayā sahu bhūlī, kyāṁ chē tō khudē pahōṁcavānuṁ

lāgī gaī jōvānī māyā ēvī, cāhē chē ē vadhu nē vadhu jōvānuṁ

jōyāṁ mukhaḍāṁ banyāṁ paricita, prabhunuṁ mukhaḍuṁ paricita tō banāvavānuṁ

aṭavāyō jōvāmāṁ nē jōvāmāṁ ēvō, cūkyō jagamāṁ sācuṁ jōvānuṁ

jōvāmāṁ ēka juō bījuṁ bhūlō, ēvuṁ thāvānuṁ nē ē tō thāvānuṁ

jōvāmāṁ mana tō caṁcala banavānuṁ, sthiratā ēnī ē gumāvavānuṁ

jōvāmāṁ śuṁ bhēguṁ thavānuṁ, paḍaśē samaya nē samaya ēmāṁ kharacavānuṁ

mana rahēśē ēmāṁ nē ēmāṁ dōḍatuṁ, sarjanaśakti ēnī ē gumāvavānuṁ
Scan Image

Gujarati Bhajan no. 9309 by Satguru Devendra Ghia - Kaka
First...930493059306...Last