|
View Original |
|
જાગ્યા ભાવો જ્યાં હૈયામાં, ત્યાં જીવંત તો છું
રિસાયા ભાવો જ્યાં મુજથી, મરણની નજદીક છું
પ્રેમ છે ભાષા ભાવની, જીવનને જીવંત રાખું છું
જાગ્યા દુષ્ટ ભાવો હૈયામાં, જીવનમાં મરણ નોતરું છું
વીતાવવું છે જીવન હસતાં હસતાં, રુદન ત્યાં રોકું છું
નથી કવિ, જાગે જ્યાં ભાવો, રચના તો કરું છું
ક્ષણેક્ષણે જીવનના, નવા અનુભવ તો કરું છું
કદી મરતાં મરતાં જીવું, કદી જીવતાં મરું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)