|
View Original |
|
શરમ તો મુક્તિ આડે પડદા વિના ના બીજું એ કાંઈ છે
ક્રોધ તો જીવનમાં મુક્તિ આડે આવતી એક પાળ છે
અહં તો જીવનમાં મુક્તિ આડે આવતી એક દીવાલ છે
ઇચ્છાઓ તો જીવનમાં મુક્તિને રોકતા મોટા બંધ છે
મમતા તો જીવનમાં મુક્તિને રોકતાં તો બંધનો છે
લાલચ તો જીવનમાં જગમાં મુક્તિને ડાઘ લગાડતા ડાઘ છે
પાપ તો છે જીવનમાં માનવને મુક્તિમાં અટકાવતી પાળ છે
ઈર્ષ્યા તો જીવનમાં માનવને મુક્તિમાં અટકાવતો જલતો અગ્નિ છે
સદ્ગુણોને અવગુણોમાં રાચશે, મુક્તિમાં અવરોધ ઊભા કરે છે
મારી ઘા બંધનો ઉપર, જીવનમાં મુક્ત તો બની શકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)