|
View Original |
|
અચાનક અમારી ગલીમાં આવી એવું શું કરી ગયા
હતા એકબીજા અજાણ્યા જાણીતા બની ગયા
ક્યાં હતા તમે ક્યાં હતા અમે, ના અણસાર એકબીજાને હતા
પહેલી જ મુલાકાતમાં નજદીક આવી ગયા, એકબીજાના બની ગયા
દિલનાં સંવેદનો અલગ મટી, એક ત્યાં બની ગયાં
એકબીજાની નજરમાં એકબીજા વિનાનાં દૃશ્યો અધૂરાં લાગ્યા
અલગતાના સૂરો મટી, એક સૂર એના નીકળવા લાગ્યાં
જુદી ધડકનમાંથી એક જ ધડકનના અવાજ નીકળ્યા
એક જ પ્રેમની નદીના બંને, કિનારા બની ગયા
પ્રેમની એ વહેતી ગંગામાં, બંને નહાતા ને નહાતા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)