Hymn No. 9441
જોમ હતું જીવનમાં, પ્રેમ હતો ભર્યોભર્યો રગેરગમાં, લેવાતા હતા શ્વાસો ઉમંગના
jōma hatuṁ jīvanamāṁ, prēma hatō bharyōbharyō ragēragamāṁ, lēvātā hatā śvāsō umaṁganā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18928
જોમ હતું જીવનમાં, પ્રેમ હતો ભર્યોભર્યો રગેરગમાં, લેવાતા હતા શ્વાસો ઉમંગના
જોમ હતું જીવનમાં, પ્રેમ હતો ભર્યોભર્યો રગેરગમાં, લેવાતા હતા શ્વાસો ઉમંગના
હતાં ફૂટતાં નિતનવી આશાનાં કિરણો, હૈયામાં આવ્યો ના વિચાર જીવનનો જગમાં
ઉપાધિઓ દસ ગાઉ દૂર હતી, આવે વિચારો જીવનમાં ક્યાંથી એમાં દુઃખના
આસક્તિ ને આસક્તિ જાતી હતી વધતી, ઊઠતા ના હતા સૂરો વૈરાગ્યના
હૈયું કોમળતાથી હતું ધબકતું, સહ્યા ના હતા ઘા કદી એણે તો આઘાતના
કર્મોની સેજ મળી હતી સુંવાળી જીવનને, કર્મોના કાંટા હજી વાગ્યા ના હતા
પામ્યા ફળો કિસ્મતનાં જીવનમાં, સમજ્યા ના મહત્ત્વ જીવનમાં પુરુષાર્થના
લાગ્યા દોર સંબંધોના મીઠા એવા, હતા અજાણ હજી પ્રભુના પ્રેમના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōma hatuṁ jīvanamāṁ, prēma hatō bharyōbharyō ragēragamāṁ, lēvātā hatā śvāsō umaṁganā
hatāṁ phūṭatāṁ nitanavī āśānāṁ kiraṇō, haiyāmāṁ āvyō nā vicāra jīvananō jagamāṁ
upādhiō dasa gāu dūra hatī, āvē vicārō jīvanamāṁ kyāṁthī ēmāṁ duḥkhanā
āsakti nē āsakti jātī hatī vadhatī, ūṭhatā nā hatā sūrō vairāgyanā
haiyuṁ kōmalatāthī hatuṁ dhabakatuṁ, sahyā nā hatā ghā kadī ēṇē tō āghātanā
karmōnī sēja malī hatī suṁvālī jīvananē, karmōnā kāṁṭā hajī vāgyā nā hatā
pāmyā phalō kismatanāṁ jīvanamāṁ, samajyā nā mahattva jīvanamāṁ puruṣārthanā
lāgyā dōra saṁbaṁdhōnā mīṭhā ēvā, hatā ajāṇa hajī prabhunā prēmanā
|
|