|
View Original |
|
લાગે છે જીવન ભર્યું -ભર્યું, ભરી-ભરી છે દિલમાં યાદ આપની
નજરે-નજરમાં જેવી છે જગમાં તો નજર, નજર આપની
હર મુખડાંમાં દેખાય છે રેખાઓ સમાઈ ગઈ છે રેખાઓ આપની
લાગે છે દર્દ દિલને એ મીઠું જગાવે છે યાદ જ્યાં આપની
નથી બીજા વિચારો આપી શકે તાજગી, આપે છે વિચારો આપના
નથી વહાવી શકતાં પ્રેમનાં ઝરણાં, વહાવી શકે છે નજર જેટલી આપની
હર સંજોગોમાં નથી આપી શકતી હૂંફ કોઈની, આપી શકે છે જેટલી આપની
મળતોં ને આપતો રહ્યો છે આધાર, સદા જીવનમાં યાદોનો આપની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)