Hymn No. 9454
મસ્તીની મસ્તી દિલ પર છવાતી ગઈ, રગેરગમાં એ વ્યાપી ગઈ
mastīnī mastī dila para chavātī gaī, ragēragamāṁ ē vyāpī gaī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18941
મસ્તીની મસ્તી દિલ પર છવાતી ગઈ, રગેરગમાં એ વ્યાપી ગઈ
મસ્તીની મસ્તી દિલ પર છવાતી ગઈ, રગેરગમાં એ વ્યાપી ગઈ
નજરે-નજરની નજર બદલાઈ ગઈ, નજર નજરમાં પ્રભુને નીરખતી થઈ
દુઃખ ને કૃપા પ્રભુની સમજાતી ગઈ, સુખને સમજવાની દૃષ્ટિ બદલાઈ ગઈ
કર્મની સમજવાની દૃષ્ટિ મળી ગઈ, દર્દનાં નિરાકરણ મેળવતી થઈ
વિશાળતાની વ્યાપકતા કેળવાતી ગઈ, દિલ સંકુચિતતા ત્યજતી ગઈ
અણુએ-અણુની વ્યાપકતા સ્પર્શતી ગઈ, લોભ લાલચને ત્યજતી ગઈ
માનવતાની સાર્થકતા સમજાઈ ગઈ, પરિવર્તનનાં દ્વાર એ ખોલી ગઈ
સૂક્ષ્મતાની સીડી એ ચડતી ગઈ, નજદીક પ્રભુની એ પહોંચતી ગઈ
ભક્તિના દર્દની દર્દી જ્યાં એ બની ગઈ, કૃપા પ્રભુની એ પામતી થઈ
દ્વંદ્વો જીવનમાં એ ત્યજતી ગઈ, એક ને એ એકમાં તો સમાતી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mastīnī mastī dila para chavātī gaī, ragēragamāṁ ē vyāpī gaī
najarē-najaranī najara badalāī gaī, najara najaramāṁ prabhunē nīrakhatī thaī
duḥkha nē kr̥pā prabhunī samajātī gaī, sukhanē samajavānī dr̥ṣṭi badalāī gaī
karmanī samajavānī dr̥ṣṭi malī gaī, dardanāṁ nirākaraṇa mēlavatī thaī
viśālatānī vyāpakatā kēlavātī gaī, dila saṁkucitatā tyajatī gaī
aṇuē-aṇunī vyāpakatā sparśatī gaī, lōbha lālacanē tyajatī gaī
mānavatānī sārthakatā samajāī gaī, parivartananāṁ dvāra ē khōlī gaī
sūkṣmatānī sīḍī ē caḍatī gaī, najadīka prabhunī ē pahōṁcatī gaī
bhaktinā dardanī dardī jyāṁ ē banī gaī, kr̥pā prabhunī ē pāmatī thaī
dvaṁdvō jīvanamāṁ ē tyajatī gaī, ēka nē ē ēkamāṁ tō samātī gaī
|
|