|
View Original |
|
શીખે છે માનવી જીવનમાં ઘણુંઘણું દેખી દેખીને
ભૂલી જાય છે ઘણુંઘણું એને તો અવગણીને
કરે છે યાદ જીવનમાં તો એ એને ઘૂંટી-ઘૂંટીને
લાગે માનવને પોતાના, સંબંધ એ તો વધારી વધારીને
કરે છે શરૂ વાતો તો સહુ એકબીજા તો હસી હસીને
લે છે મોઢું એ જ ફેરવી, દાનત એની એ જાણી જાણીને
જાય છે આંખ ઊંડે ઊતરી, જીવનમાં ચિંતા કરી કરીને
રહે છે મસ્ત જીવનમાં એ, ચિંતા પ્રભુને સોંપી સોંપીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)