Hymn No. 9459
લઈ લઈ જગમાંથી સહુ શું ગયા, આવ્યા ખાલી હાથે, ખાલી હાથે જાવું પડ્યું
laī laī jagamāṁthī sahu śuṁ gayā, āvyā khālī hāthē, khālī hāthē jāvuṁ paḍyuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18946
લઈ લઈ જગમાંથી સહુ શું ગયા, આવ્યા ખાલી હાથે, ખાલી હાથે જાવું પડ્યું
લઈ લઈ જગમાંથી સહુ શું ગયા, આવ્યા ખાલી હાથે, ખાલી હાથે જાવું પડ્યું
તનબદન બન્યું માટીમાંથી, પોષાણું માટીમાંથી, અંતે માટીને સોંપીને જાવું પડ્યું
લાવ્યા કર્મની મૂડી, ખર્ચી કર્મની મૂડી, કરી પોટલું ભેગું કર્મનું લઈને જાવું પડ્યું
આવ્યા જગમાં સગાં આવ્યાં આનંદમાં, સગાં વ્હાલાંને રડતાં મૂકીને જાવું પડ્યું
ચૂકવી ઋણ અન્યનું લેણદેણ કરી ઊભી, ઋણાનુબંધ બાંધી જાવું પડ્યું
શ્વાસેશ્વાસે ખૂટતી ગઈ શ્વાસોની મૂડી, ખૂટતા શ્વાસો જગ છોડીને જાવું પડ્યું
ગુણો-અવગુણોની વાડી વિકસી દિલમાં, એ વાડી જેમની તેમ છોડી જાવું પડ્યું
આવ્યા અજાણ્યા મુકામેથી, ચાર દિનનો કરી વસવાટ, અજાણ્યા મુકામે જાવું પડ્યું
વિશ્વાસ ને અવિશ્વાસમાં વીતાવ્યું જીવન, મેળવવા વિશ્વાસ પ્રભુનો જાવું પડ્યું
કહાની છે આ સહુ જીવોની, કંઈક લખ્યું, કંઈક ભૂંસાયું, અધૂરું છોડીને જાવું પડ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
laī laī jagamāṁthī sahu śuṁ gayā, āvyā khālī hāthē, khālī hāthē jāvuṁ paḍyuṁ
tanabadana banyuṁ māṭīmāṁthī, pōṣāṇuṁ māṭīmāṁthī, aṁtē māṭīnē sōṁpīnē jāvuṁ paḍyuṁ
lāvyā karmanī mūḍī, kharcī karmanī mūḍī, karī pōṭaluṁ bhēguṁ karmanuṁ laīnē jāvuṁ paḍyuṁ
āvyā jagamāṁ sagāṁ āvyāṁ ānaṁdamāṁ, sagāṁ vhālāṁnē raḍatāṁ mūkīnē jāvuṁ paḍyuṁ
cūkavī r̥ṇa anyanuṁ lēṇadēṇa karī ūbhī, r̥ṇānubaṁdha bāṁdhī jāvuṁ paḍyuṁ
śvāsēśvāsē khūṭatī gaī śvāsōnī mūḍī, khūṭatā śvāsō jaga chōḍīnē jāvuṁ paḍyuṁ
guṇō-avaguṇōnī vāḍī vikasī dilamāṁ, ē vāḍī jēmanī tēma chōḍī jāvuṁ paḍyuṁ
āvyā ajāṇyā mukāmēthī, cāra dinanō karī vasavāṭa, ajāṇyā mukāmē jāvuṁ paḍyuṁ
viśvāsa nē aviśvāsamāṁ vītāvyuṁ jīvana, mēlavavā viśvāsa prabhunō jāvuṁ paḍyuṁ
kahānī chē ā sahu jīvōnī, kaṁīka lakhyuṁ, kaṁīka bhūṁsāyuṁ, adhūruṁ chōḍīnē jāvuṁ paḍyuṁ
|