|
View Original |
|
પરપોટામાં પુરાયેલ છે એવું એ તો એક પંખી
છે દબાણ ચારે બાજુથી, ફૂટશે ક્યારે એ કહી શકાતું નથી
નીરખે છે ગગનને એમાં, વિહરવા તો એ મુક્ત નથી
સુખ ને દુઃખ રહ્યું છે અનુભવતું એમાં, એમાંથી મુક્ત નથી
બાંધે ને તોડે સંબંધો અન્ય સાથે, બીજી કોઈ મસ્તી નથી
કદી જલે અન્યની ઈર્ષ્યામાં, રહે કદી ક્રોધમાં એ સમસમી
છે ઉડાણ એનું સીમિત, બંધન વિના બીજું એ નથી
ઊડે જરા જ્યાં ઊંચે આકર્ષણ, માયાનું લે પાછું એને ખેંચી
આધાર વિના ના જે રહી શક્યું, એ આધાર દઈ શકતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)