|
View Original |
|
નથી તારા દિલને તારા મનની સાથે કોઈ મેળ જીવનમાં
જીવનમાં અન્ય સાથે મેળ જગમાં શાને તું શોધે છે
નથી તારા વિચારોને તારા દિલ સાથે કોઈ મેળ જીવનમાં …
નથી તારા ભાગ્યને તારા જીવન સાથે ખાધો કોઈ મેળ…
નથી તારા આચરણને તારા વિચારો સાથે કોઈ મેળ …
નથી ભાવો ને વિચારોને જીવનમાં તો તારા કોઈ મેળ …
નથી તારાં સ્વભાવ સાથે ખાતો તારા દિલનો તો મેળ
નથી મળતો ખુદ સાથે ખુદનો મેળ જ્યાં જીવનમાં …
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)