|
View Original |
|
નગુણા જીવનમાં રહેજો, ગુણોનો ના અતિરેક કરજો
ફૂલોની જેમ જીવનમાં, ગુણોની ફોરમ ફેલાવા દેજો
રાખજો સદા લીલોતરી પર નજર, વેરાન ના એને કરજો
કાદવ પણ છે કુદરતનું સર્જન, ના ચાંચ એમાં ડૂબાડજો
છે સર્વ કાંઈ કુદરતનું સર્જન, તફાવત બરાબર એનો સમજજો
મળશે બીજું શું કરુણાસાગર પાસેથી, એની કરુણાની ઝારી ભરજો
અવગુણ છે ઊધઈ જીવનની, ખાશે કોરી જીવનને સમજી લેજો
ના વાર લાગશે અવગુણને આવતા, જોશે ધીરજ ગુણ લાવવા સમજી લેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)