|
View Original |
|
સંયમ તોડીને જીવનમાં આ તેં શું કર્યું
તારા ને તારા હાથે જીવનમાં તારી બરબાદીને નોતરી લીધું
છોડી વાણીનો સંયમ જીવનમાં, વેરઝેરને આમંત્રણ દઈ દીધું
ઇચ્છાઓને રાખી ના સંયમમાં, એની પાછળ તારે દોડવું પડ્યું
રાખી ના દૃષ્ટિને સંયમમાં, ખોટું જોવાને જીવનમાં એ લલચાયું
લાલચને રાખી ના સંયમમાં, ઉત્પાત ઊભું એ તો કરતું રહ્યું
ઈન્દ્રિયોને ના રાખી સંયમમાં, ભવ ફેરામાં ભટકવું પડયું
વૃત્તિને ના રાખી સયંમ, વેરાન જીવનને તેં તો બનાવી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)