|
View Original |
|
ઢાંક્યો ઢંકાશે નહીં, સૂરજ છુપાવી રખાશે નહીં
પ્રગટયો ભાવ દિલમાં મુખ ઉપર પ્રગટયા વિના રહેશે નહીં
જાગી શંકા જ્યાં હૈયામાં, આંખો જાહેર કર્યા વિના રહેશે નહીં
દુઃખનો દાવાનળ પ્રગટયો હૈયે, દિલને જલાવ્યા વિના રહેશે નહીં
પ્રગટયો અગ્નિ જયાં હૈયે, જીવન એમાં ખાખ થયા વિના રહેશે નહીં
સમજી જાજે જીવનમાં તું આ વાતને, દોષારોપણથી કાંઈ વળશે નહીં
આડંબરને ઢોંગ થી શું થાશે, સ્તય સ્વયં પ્રકાશિત થયા વિના રહેશે નહીં
સમજ વગરનું શાણપણ વાપરવાથી જીવનમાં સુખી કાંઈ થવાશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)