|
View Original |
|
હૈયાં તો જગમાં છે સહુનાં સ્વાર્થી ભરેલાં ને ભરેલાં
છે હાલત જગમાં એવી કુતરો તાણે ગામ ભણી શિયાળ તાણે સીમ ભણી
ભર અંધારે પણ હાથનો કોળીયો વળે મુખ ભણી
જુઓ સંસારમાં, વસવાટ હોય સાસરિયે મુખ હોય પિયર ભણી
હોય લૂલા લંગડા બધી વાતે પૂરા માને લાગે વ્હાલા
હર વિચારમાં સ્વાર્થ ભળે, સ્વાર્થ વિનાના ના કોઈ વિચાર કરે
જ્યારે ને ત્યારે સંસારમાં, યાદ અપાવે આંગળીથી નખ વેગળા ને વેગળા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)