|
View Original |
|
આ દુનિયાનાં ચિત્ર રહ્યાં છે બદલાતાં, અનેક હાથે રહ્યા છે રંગ એમાં પુરાતા
માનવીના જીવનનું રહે છે હરપળે ચિત્ર બદલાતું, રહ્યા છે ભાવોના રંગ પુરાતા
મન રહ્યું છે ચિત્ર નવું ચિતરતું, રહ્યા છે ઉમંગોને વિચારોના રંગ પુરાતા
દિલ રહ્યું છે રંગે રંગાતું નવા નવા, રહ્યા છે જીવનના રંગ એમાં પુરાતા
પોતે જ ચિત્રકાર છે પોતાના જીવનનો, કર્મોના ખેલ નિતનવા નવા ખેલાતા
સમજાય કયારે સમજથી એની, કદી સમજથી બિલકુલના સમજાતા
વિચાર ને ભાવો જાગે જેવા એવા રંગ એમાં તો નિત્ય પુરાતા
શરણું સાધે જે દિવ્યતાનું જીવનમાં, જીવનમાં એના રંગ દિવ્યતાના પુરાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)