|
View Original |
|
કેમ ફસાયા કેમ ફસાયા ફરી ફરી તમે કેમ ફસાયા
આવી જગમાં ફરી ફરી માયામાં તમે કેમ ફસાયા
દીધા ભાવોએ દગા, જીવનમાં એમાં કેમ ફસાયા
ભૂલી પૂરુંષાર્થ જીવનમાં, ખોટા વિચારોમાં કેમ ફસાયા
દુઃખ રૂંધે પ્રગતિ જીવનની, દુઃખમાં કેમ ફસાયા
આવ્યા તોડવા બંધનો જીવનનાં, બંધનોમાં કેમ ફસાયા
અવગુણો અટકાવે જીવનને, અવગુણોમાં કેમ ફસાયા
સમજદારી છોડી જીવનમાં, ગેરસમજમાં કેમ ફસાયા
અહંમાં ડૂબતા જોઈ અન્યને, અહંમાં તો કેમ ફસાયા
મહેનતથી મળે ઘણું જીવનમાં, આળસમાં કેમ ફસાયા
પ્રેમ વધારે જીવનમાં આગળ, વેરમાં કેમ ફસાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)