|
View Original |
|
રોજે રોજે કરી દૂશ્મનો ઊભા વળ્યું તારું શું એમાં જીવનમાં
કરી કટકા શાંતિના, ફેંક્યા ઉકરડે, ઉલેચવા પડશે ઉકરડા જીવનના
મોહમાં મોહાઈ જીવનમાં, ચૂક્યા રસ્તા તો જીવનના
દુઃખ ઊઠાવવું પડશે પોતાનું, પોતે ને દુઃખી થાવું પડશે જીવનમાં
સમજદારી ખોઈ વર્ત્યા ના સમજદારી ભર્યા વર્તાવ તે જીવનમાં
મુંઝવણ ને મુંઝવણ રહેશે વધતી, ના દેખાશે રસ્તા જીવનમાં
આમન્યા ને મર્યાદાનું કરતો રહીશ ખંડન તું તારા જીવનમાં
શાંતિ બધી ખોવાઈ જાશે, અશાંત ને અશાંત રહેશે તું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)