|
View Original |
|
દુઃખ આવ્યું નથી જીવનમાં, કોઈ અમથું કાંઈ અમથું
ગોતતાં મળશે કારણ બેદરકારીના જીવનમાં તો એના
ઊતરશો ઊંડે દેખાશે કારણ બેસમજદારીના તો એમાં
પહોંચી શક્યા ના વધારી એટલી ઇચ્છાઓ, ભજવે ભાગ એમાં
અવગુણો ના રહશે પાછળ જીવનમાં એને આમંત્રવામાં
પ્રકૃતિ આળસની સદા સહાય કરે એને આમંત્રણ દેવામાં
ધીરજને હડસેલીને હૈયેથી, મળશે ના કદી જીત એમાં
ઘડાયેલું હોય ભાગ્ય ભલે એવું, પ્રગટાવી જ્વાળા પુરુષાર્થ દેજે હોમી એમાં
વિશ્વાસ વિનાનો હશે પૂરુંષાર્થ પાંગળો, રાખજો આ સમજમાં
કરજે જીવનમાં સમજી વિચારી, રહેશે સદા પ્રભુ તો સહાયમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)