Hymn No. 9542 | Date: 23-Sep-2000
મન રે, મન રે કરી નથી દુશ્મનાવટ સાથે તારી
mana rē, mana rē karī nathī duśmanāvaṭa sāthē tārī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-09-23
2000-09-23
2000-09-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19029
મન રે, મન રે કરી નથી દુશ્મનાવટ સાથે તારી
મન રે, મન રે કરી નથી દુશ્મનાવટ સાથે તારી
મારી સાથે કેમ તું આમ વર્તે છે
જેમ જેમ રાખું તને સાથે, તેમ તેમ તું ભાગતું રહે છે
કરું હક દાવા રે ક્યાંથી, ના હજી તું હાથમાં આવ્યું છે
ના જાણું યોગ કે અન્ય ક્રિયાઓ, કેમ તને હાથમાં રાખું રે
પ્રેમ તણા બંધનોમાં ના બંધાયું રે, યત્નો મારા નિષ્ફળ બનાવે છે
રહ્યા સાથે, આવ્યા સાથે, નથી કાંઈ એ ગુનો મારો રે
ક્યારે કરશે શું, શું ના કરશે અણસાર ના એનો આવે રે
ખીજાઉં તારા ઉપર કે કરું વિનંતી, ના એ સમજાય છે
કદી રડાવે કદી હસાવે, જીવનમાં ક્યારે ના એ કહી શકાય છે
યાદ ના હોય ભલે તને, યાદ છે મને પહોંચવું છે બંનેએ પ્રભુ પાસે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana rē, mana rē karī nathī duśmanāvaṭa sāthē tārī
mārī sāthē kēma tuṁ āma vartē chē
jēma jēma rākhuṁ tanē sāthē, tēma tēma tuṁ bhāgatuṁ rahē chē
karuṁ haka dāvā rē kyāṁthī, nā hajī tuṁ hāthamāṁ āvyuṁ chē
nā jāṇuṁ yōga kē anya kriyāō, kēma tanē hāthamāṁ rākhuṁ rē
prēma taṇā baṁdhanōmāṁ nā baṁdhāyuṁ rē, yatnō mārā niṣphala banāvē chē
rahyā sāthē, āvyā sāthē, nathī kāṁī ē gunō mārō rē
kyārē karaśē śuṁ, śuṁ nā karaśē aṇasāra nā ēnō āvē rē
khījāuṁ tārā upara kē karuṁ vinaṁtī, nā ē samajāya chē
kadī raḍāvē kadī hasāvē, jīvanamāṁ kyārē nā ē kahī śakāya chē
yāda nā hōya bhalē tanē, yāda chē manē pahōṁcavuṁ chē baṁnēē prabhu pāsē rē
|
|