|
View Original |
|
મધથી મીઠા એ શબ્દો તમારા
હૈયાનાં હેત તમારાં. હૈયું અમારું તો જીતી ગયાં
નેહ વરસાવતાં એ નયનો તમારાં
પ્રેમ ભીનાં એ હૈયાં તમારાં, હૈયું અમારું જીતી ગયા
મંદ મંદ એ મુસ્કાન તમારી
છુપાં આમંત્રણો એમાં, હૈયુ અમારું જીતી ગયા
એ લચકતી ચાલ તમારી
ધીમા અંગની મરોડ તમારી, હૈયું અમારું જીતી ગયા
વર્તનને એ આવકાર તમારા
મુક્ત મનનાં એ હાસ્ય તમારાં, હૈયું અમારું જીતી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)