|
View Original |
|
વધારો કર્યો નથી તોયે ઘટાડો થયો નથી (2)
લઈ લઈ આવ્યા પાપપુણ્યની મૂડી તો જીવનમાં …
હતી સમજણ જે સાથમાં, ન જાણું રહી કેટલી હાથમાં …
કોરી રહી ચિંતાઓ જીવનને, રહ્યું જીવન એમ વીતતું …
લઈ આવ્યો મૂડી વિશ્વાસની જેટલી જીવનમાં …
આવ્યો લઈ મૂડી પ્રેમની તો જેટલી જીવનમાં …
કરી મૂડી ભેગી જ્ઞાનની, અજ્ઞાનની મૂડી ઘટી ના જીવનમાં …
લઈ લઈ આવ્યો મૂડી કર્મોની, કરી ના પૂરી એને જીવનમાં …
લઈ આવ્યો મૂડી સંયમની સાથમાં, રહી કેટલી હાથમાં …
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)