|
View Original |
|
અફસોસને અફસોસના આમંત્રણ દેવાતા રહ્યા છે
દિલના દર્દ એ તો પુરાણાં છે
મંઝિલ તરફ આગળ વધી, રસ્તા તો બદલવા
જીવનની રીત આ પુરાણી છે
ખોટી જીદ પકડી જીવનમાં, તંત એના ના છોડવા
જીવનની રીત આ પુરાણી છે
ઝટપટ ઝટપટ પામવા બધું, વિચાર ના કરવા રસ્તા
જીવનની રીત આ પુરાણી છે
દઈ દઈ વરનો ઓથ, અભરાઈએ વચનો ચડાવ્યા
જીવનની રીત આ પુરાણી છે
જોયા વિના ચાલવું જીવનમાં, કાઢવા વાંક રસ્તાના
જીવનની રીત આ પુરાણી છે
કાયરો રહેવું શૂરા, કરવા ગલ્લા તલ્લા પુરા કરવા
જીવનની રીત આ પુરાણી છે
હાશકારી શ્વાસ હઠે બેઠા, વ્હોરી ઉપાધિ ઉપર ચડ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)