|
View Original |
|
તારી અલિપ્ત નજર ગઈ છે મને પસંદ પડે એવી
ઓ માગ્યું દેનારી માં, દેજે દેજે જીવનમાં મને દૃષ્ટિ એવી
તારા અંતરમાં સમાવે તું, ના ભેદભાવ ઊભા કરી
ઓ માંગ્યું દેનારી માં, દેજે મારા અંતરને તો એવું બનાવી
આવ્યા ને આવે જે જે પાસે, માડી તો તારી રાખે ના એને ખાલી
દેજે મુજ હસ્તમાં શક્તિ એવી ભરી, માંગનારના હાથ રહે ના ખાલી
નજરને અંતરના ભાવ રહે ના કદી તુજથી ખાલી
દેજે મુજ નજર તીક્ષ્ણ એવી કરી, છુપા રહે ના ભાવો કદી
તુલના થઈ ના શકે કોઈથી તો બુદ્ધિની તારી
એવી રહિત બુદ્ધિ માડી, દેજે એવા આશિષ દઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)