Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9629
દૂર દૂર થી આવાજ આવે છે કોઈ મને બોલાવે છે
Dūra dūra thī āvāja āvē chē kōī manē bōlāvē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9629

દૂર દૂર થી આવાજ આવે છે કોઈ મને બોલાવે છે

  No Audio

dūra dūra thī āvāja āvē chē kōī manē bōlāvē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19116 દૂર દૂર થી આવાજ આવે છે કોઈ મને બોલાવે છે દૂર દૂર થી આવાજ આવે છે કોઈ મને બોલાવે છે

લાગે કદી એ પાસે, કદી એ દૂર, પણ આવાજ મને જાણીતો ને જાણીતો લાગે છે

અંતરના તારને ગુણગુણાવે છે, મને મારી ખુદની હસ્તી ભુલાવે છે એ ખુદમાં સમાવે છે

અપરિચિત બધું, ત્યાં પરિચિત બની જાય છે

મળ્યા ના હતા પરિચય મને જેના, પરિચય મને એના અપાવે છે

સંભાળતા સાદ એનો ભુલું જ્યાં ભાન મારું, મુજમાં અલૌકીક ભાન એ જગાવે છે

પડદો ચીરીને બહાર આવવા ને બહાર એમાંથી પ્રકાશમાં પ્રકાશ એનો બદલાય છે

બંધનોની ખેંચમાંથી ખેંચાતા ને ખેંચાતા, એક એક બંધન એમાં તૂટને તૂટતા જાય છે

ન દેખાતા એવા તેજના અલૌકીક સાગરમાં, ખુદને હું વિહરતો ને વિહરતો દેખાઉ છું

ના ત્યાં અંધારું છે, ના ત્યાં તેજ છે ના કોઈ બીજી હસ્તી છે

પણ કેવળ અનુભવ ને અનુભવનું જ્ઞાન છે

વાચા બની ગઈ મુક દૃષ્ટિ બની ગઈ શૂન્ય, છતા બધું જીવંત ને જીવંત જણાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dūra dūra thī āvāja āvē chē kōī manē bōlāvē chē

lāgē kadī ē pāsē, kadī ē dūra, paṇa āvāja manē jāṇītō nē jāṇītō lāgē chē

aṁtaranā tāranē guṇaguṇāvē chē, manē mārī khudanī hastī bhulāvē chē ē khudamāṁ samāvē chē

aparicita badhuṁ, tyāṁ paricita banī jāya chē

malyā nā hatā paricaya manē jēnā, paricaya manē ēnā apāvē chē

saṁbhālatā sāda ēnō bhuluṁ jyāṁ bhāna māruṁ, mujamāṁ alaukīka bhāna ē jagāvē chē

paḍadō cīrīnē bahāra āvavā nē bahāra ēmāṁthī prakāśamāṁ prakāśa ēnō badalāya chē

baṁdhanōnī khēṁcamāṁthī khēṁcātā nē khēṁcātā, ēka ēka baṁdhana ēmāṁ tūṭanē tūṭatā jāya chē

na dēkhātā ēvā tējanā alaukīka sāgaramāṁ, khudanē huṁ viharatō nē viharatō dēkhāu chuṁ

nā tyāṁ aṁdhāruṁ chē, nā tyāṁ tēja chē nā kōī bījī hastī chē

paṇa kēvala anubhava nē anubhavanuṁ jñāna chē

vācā banī gaī muka dr̥ṣṭi banī gaī śūnya, chatā badhuṁ jīvaṁta nē jīvaṁta jaṇāya chē
Scan Image

Gujarati Bhajan no. 9629 by Satguru Devendra Ghia - Kaka
First...962596269627...Last