|
View Original |
|
હતી ના દુશ્મની જેની, એ પણ દુશ્મન બની બેઠા
છે જગમાં, કિસ્મત તારા ખેલ તો અનોખા ખેલ અનોખા
સરળતાની વાતો કરનારાનાં હૈયાં જીવનમાં કપટ કરતાં દીઠાં –
સુખમાં રહ્યા સહુ સાથ પૂરતા દુઃખમાં દૂર હટતા દીઠા –
ઇચ્છાઓ વિનાના જગમાં હૈયાં કોઈનાં ખાલી ના દીઠાં –
સુખમાં કિસ્મતને પડકારતા દુઃખમાં જીવનમાં એને નમતા દીઠા
વૈરાગ્યની વાતો કરનારની આંખોમાં વાસનાના સર્પો થાય દીઠા –
દર્દ ભર્યા દિલમાં પણ પ્રેમના ફુવારા તો ઉઠતા દીઠા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)