|
View Original |
|
નિરાશામાં ઝોલા ખાતી હતી નાવડી મારી
અસર તારી રે પ્રભુ કરામત કરી ગઈ
મુંઝાયેલા મનને, મારગ તો દીધો બતાવી
જીવનના તોફાનોમાં ડોલી ઊૅઠી નાવડી –
બુદ્ધિ અમારી ગઈ જીવનમાં બ્હેર મારી –
હૈયામાં તારા પ્રેમની સુવાસ એવી ફેલાઈ ગઈ
માયાના પ્રપંચમાં જીવનમાં ગયો અટવાઈ
ભાવે જીવનમાં દીધો હતો મજબૂર બનાવી –
દુઃખદર્દ પર જીવનમાં દીધી તો જીત અપાવી
વેર ઇર્ષ્યા ભર્યા હતા જીવનમાં, દીધી નજર બદલાવી –
ચાહવા લાગ્યું દિલ તને, તારો દર્દી દીધો બનાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)