|
View Original |
|
બની ગયું આળુ હૈયું એટલું, કાંકરી પણ પત્થર જેમ વાગે છે
ખીલે દિલમાં દિલનાં પુષ્પો, સુગંધ કે દુર્ગંધ એ ફેલાવે છે
કરી સાર ગ્રહણ કાદવનો, અલિપ્ત રહી સુગંધ પોતાની રેલાવે છે
કાંટાની નોબ પર રહીને, હાસ્ય એ તો વેરે છે, કોમળ એ રહે છે
અદૃશય હાથે એ તો ઘણું ઘણું આપણને સદા આપે છે
જલીને પોતે અન્યના જીવનને જે સુગંધ થી ભરે છે
તપતા તાપમાં વરાળ બને જે એ મેઘ બની નવું જીવન આપે છે
સમજી ગયા જે જીવનને, એ જીવનને સાર્થક તો જરૂર કરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)